શેરબજાર જ કેમ?, ક્યારે?, શું કામ?, અને કેવી રીતે? -
સેન્સેક્સ આજે 30000 + છે, તે છેલ્લા 37 વર્ષમાં 331 ગણો વધ્યો છે. એટલે કે 37 વર્ષ પહેલા જો કોઈ એ કઈ પણ સમજ ન પડે તો પણ સેન્સેક્સની જ કોઈ સ્ક્રીપોમાં 1 લાખનું રોકાણ કર્યું હોય તો તેના આજે 3 કરોડ 31 લાખ થઇ ગયા હોય.. આ વર્ષો દરમ્યાન દરેક કુદરતી, અકુદરતી આફતો, ગમે તેટલા મોટા કૌભાંડો, ગમે તેટલી સરકારોની ફેરબદલી આવી ગયા છતાં સેન્સેક્સ 331 ગણો વધ્યો છે. જેનું એવરેજ રીટર્ન વાર્ષિક 125% થાય છે ( ડિવિડન્ડ વગર). જે દરેક એસેટ લોકેશન એટલે કે બચતનું જુદી જુદી જગ્યાઓમાં રોકાણ કરવું, આ 125% રીટર્ન દરેક એસેટ લોકેશનો કરતા સૌથી વધુ છે, જેમાં સોનુ અને પ્રોપર્ટી ના રોકાણો પણ આવી ગયા.
કોઈ કંપનીનો શેર લેવો એટકે કે તે કંપનીના વ્યાપારમાં ભાગીદાર બનવું, તમારા કુલ શેરોની કિંમત ભાગ્યા તે કંપનીની કુલ શેર કેપિટલ, જે આવે તેટલી તમારી ભાગીદારી થઇ એવું ગણાય.
દુનિયનો સૌથી રીચેસ્ટ વ્યક્તિ બિલ ગેટ્સ, દુનિયાનો સૌથી રીચેસ્ટ ઇન્વેસ્ટર વોરેન બફેટ, ભારતનો સૌથી રીચેસ્ટ વ્યક્તિ મુકેશ અંબાણી, અને ભારતનો સૌથી રીચેસ્ટ ઇન્વેસ્ટર રાકેશ ઝુઝુનવાલા. ભારતના અને દુનિયાના 500 ટોપ રીચેસ્ટ વ્યક્તિઓમાં ક્યાંય તમને નોકરી કરતો વ્યક્તિ જોવા નહિ મળે. એટલે કે દુનિયાના બધા જ રીચેસ્ટ વ્યક્તિઓ એ ઇકવીટી માં રોકાણ કર્યું છે અથવા પોતાના વ્યવસાય માં રોકાણ કર્યું છે. અને આજ લોકો સૌથી સંપત્તિવાન લોકો છે.
શેરબજારની દુનિયાની સૌથી વધુ મોટું માર્કેટ કેપિટલ ધરાવતી કંપની એપલ છે. સેન્સેક્સની કુલ 30 કંપનીઓના માર્કેટ કેપ કરતાં પણ તેનું માર્કેટ કેપ વધુ છે. એપલનું 2002થી 2016, 14 વર્ષમાં તેનું માર્કેટ કેપ 11000% વધ્યું છે અને વાર્ષિક 37 ટાકા રિટર્ન રહ્યું છે.
સફળ શેર રોકાણકાર બનવા શું કરવું? આપણે ભાડાના ઘરમાં લાબું નથી રહેતા. પરંતુ, પોતાના ઘરમાં લાબું રહીએ છીએ. એ જ રીતે શેરો એ આપણી પોતાની માલીકીની વસ્તુ છે. ( જેને બજાર સમજવામાં તકલીફ થતી હોય તેમને માટે ઓછામાં ઓછું 5 વર્ષથી વધુ રોકાણ કરવું હિતાવહ ). શેરોમાં વોલેટિલિટી છે એટલે જ બેસ્ટ રિટર્ન છે. નહીતો એફ ડી જેવું જ રિટર્ન મળે. ફક્ત સતત ન્યુઝ અને મીડિયાને અવગણવા પડે. એક સરળ થમ્બ રુલ છે. 100 માંથી તમારી ઉમર બાદ કરતા જે આવે તેટલા ટકા તમારી બચતના ઇકવીટી ના રોકાણમાં જવા જોઈએ, જો કોઈ 30 વર્ષનું હોય તો તેના 70% અને કોઈ 70 વર્ષનું હોય તો તેના બચતના 30% ઇકવીટીના રોકાણમાં જવા જોઈએ, કારણ કે તેને પણ 90 વર્ષે પૈસાની જરૂર પાડવાની છે. અને મોંઘવારીને ફકત શેરબજાર જ હરાવી શકે છે.
વોરેન બફેટ બે મહિના પહેલા 87 વર્ષના થયા. આ ઉંમરે પણ શાંતિથી શેરોમાં રોકાણ કરીને ડોલર કમાય છે. તેનું વાર્ષિક ડિવિડંડજ તેમને 50000 કરોડ રૂપિયા મળે છે. તેમણે તેમની 11 વર્ષની ઉંમરે શેરબજાર માં રોકાણ કરવાનું શરુ કરેલું, પરંતુ તેમની આજ ની 95% સંપત્તિ તેમની 65 વર્ષની ઉમર પછી આવી છે. તો તમારી ઉમર જોઈ લેવી કે તમે આ કામ કરી શકો કે નહિ.
રાકેશ ઝુનઝુનવાળાને એકવાર ટીવી માં કહેલું કે તેમની માતાના કહેવાથી 2004 માં તેમણે 25 કરોડના શેર વેચી પોતાનો બંગલો લીધેલો, એ બંગલાની આજે કિંમત 100 કરોડ છે. જયારે એ શેરની કિંમત આજે 700 કરોડ છે. 7 બંગલા બને તેટલી.
ભારતના ગામડાઓમાં પણ શહેરો જેટલી જ સંપત્તિ છે. આખા ભારતમાં સૌથી વધુ મર્સીડીસ કારો એક વડોદરા કરતા પણ નાના શહેર લુધિયાણા શહેરમાં છે.
કઈ સમજ ના પડે તો કેવા શેરોમા રોકાણ કરી શકાય તે હવે જોઈએ, રોજ સવારે ઉઠીને રાત્રે સુઈએ ત્યાં સુધીમાં જેટ્લી પણ સારામાં સારીવસ્તુઓનો તમે / લોકો રોજ ઉપયોગ કરો છો તે વસ્તુઓ બનાવતી કંપની ઓ ના શેરોમાં રોકાણ કરી શકાય
જેમ કે કોલગેટ, જોકી અંડર ગાર્મેન્ટની પેજ ઇન્ડસ્ટ્રી, ટાટા ગોલ્ડ ચા, નેસ્લે, હોર્લિક્સ, રેમન્ડ , બાટા, ટાઇટન, એચડીએફસી બેન્ક, આઈસીઆઈસીઆઈ બેન્ક, એશિયન પેઇન્ટ, ડેલ, એચપી, વોડાફોન, સેમસંગ, એરટેલ, ડોમીનો પીઝા, આઇનોક્સ , બોમ્બે ડાઇંગ , ફેવિકોલ, એન્ફિલ્ડ મોટર સાઇકલ , હોરો હોન્ડા , મારુતિ કાર વગેરે.
સૌથી વધુ લોકો આ વસ્તુઓ વાપરતા જ રહેશે, એટલે આ કંપનીઓચાલવાની એટલે આ કંપનીઓ નો પ્રોફિટ વધવાનો અને તેથી તેની શેરકિંમતો પણ વધવાની જ, ત્રિમાસિક પરિણામો સારા આવે ત્યારે તેકંપનીના શેરોના ભાવમાં મોટો ઉછાળો જોવા મળતો હોય છે. અનેશેરોની કિંમતો વધે એટલે શેર બજાર પણ ઉપર જ જવાનું છે.
કોલગેટનો શેર 33 વર્ષમાં 130 ગણો વધ્યો, એચ યુ એલ 33 વર્ષમાં377 ગણો વધ્યો, નેસ્લે 370 ગણો વધ્યો, એશિયન પેઇન્ટ 33 વર્ષમાં2000 ગણો વધ્યો, હીરો હોન્ડા 32 વર્ષમાં 682 ગણો વધ્યો, ટાઇટન15 વર્ષમાં 242 ગણો વધ્યો, 1991 થી એફ આઈ આઈ નું આજેઆપણા શેર બજારમાં આશરે 25% રોકાણ છે. તો આ શેરો તેમનીપાસે ક્યાંથી આવ્યા? કારણકે આપણે તને વેચી દઈને 6 થી 8% ની એફડી માં રોકાણ કરી દીધું.
હવે તાજી મુંઝવણ, ઓલ ટાઈમ હાઈ ઉપર રોકાણ કરાય કે નહિ? જેમને આ બજાર વિષે કઈ સમજ ના પડે (મીડિયા) તેમનો બનાવેલોઆ શબ્દ છે. તો તને જોઈએ, સેન્સેક્સ 5000 થી 10000 જતાસુધીમાં 700 વખત ઓલ ટાઈમ હાઈ ગયો, 10000 થી 20000 સુધીમાં 1700 વખત ઓલ ટાઈમ હાઈ ગયો, 20000 થી 30000 સુધીમાં 971 વખત ઓલ ટાઈમ હાઈ ગયો છે. એવી જ રીતે હજુ પણસતત આવા ઓલ ટાઈમ હાઈઓ આવ્યાજ કરવાના છે. માટે તમેલોન્ગ ટર્મ ગોલ માટે ઇક્વિટીમાં રોકાણ કર્યું છે કે નહિ તે ખાસ જો જો.છેલ્લા 37 વર્ષમાં સેન્સેક્સે ડિવિડન્ડ સાથે વાર્ષિક 17.5% રિટર્ન આપ્યુંછે, તેટલા ગણો વધ્યો છે. ડિવિડન્ડના 3 ટાકા કાઢી નાખીએ તો 14.5 વાર્ષિક રિટર્ન થયું તો, આને ઓછામાં ઓછું રિટર્ન ગણી ને ચાલીએ તો,સેન્સેક્સ આવતા કેટલા વર્ષોમાં 5 લાખ થશે તે કહી શકશો? તેનીગણતરી રુલ ઓફ 72 થી જોઈએ તો, તમને મળતું કોઈ પણ રિટર્ન ને72 થી ભાગો એટલા વર્ષમાં તમારું રોકાણ આશરે ડબલ થાય. 8 ટકાની એફ ડી 72 ભાગ્યા 8 = 9 વર્ષે ડબલ થાય. તો સેન્સેક્સ માટે72 / 14.5 = 5 વર્ષે સેન્સેક્સ 60000 થાય ,બીજા 5 વર્ષે 1,20,000 થાય, ત્રીજા 5 વર્ષે 2,40,000 થાય અને ચોથા 5 વર્ષે 4,80,000 એટલે કે આજથી 20 વર્ષ પછી સેન્સેક્સ લગભગ 5 લાખ થવનો છે. માટે જ ઓલ ટાઈમ હાઈ જેવું કઈ છે જ નહિ, હજુ સતત આવા ઓલટાઈમ હાઈઓ આવ્યાજ કરવાના છે. આપણે લોન્ગ ટર્મ માટે કેટલાએમાં રોકાયેલા છીએ?
સૌને સફળ મૂડી રોકાણની શુભેચ્છાઓ સાથે ધન્યવાદ.
All traders must maintain their stoplosses as per their own capacities!!
The Brain is designed to solve any problem & reach Goal that u give it😎
0 Comments